ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યલક્ષ્મી સૂરિ લક્ષ્મી સૂરિ સૌભાગ્યલક્ષ્મી
વિજ્યલક્ષ્મી(સૂરિ)/લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી [જ.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, મેરુ તેરશ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના આબુ પાસેના પાલડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ.મૂળ નામ સુરચંદ. સૌભાગ્યસૂરિ પાસે ઈ.૧૭૫૮માં દીક્ષા, દીક્ષાનામ સુવિધિવિજ્ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિજ્યલક્ષ્મીસૂરિ નામ. વિજ્યોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં. ‘વિજ્યલક્ષ્મી’ કે ‘લક્ષ્મીસૂરિ’ નામછાપથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનદિનયમતવિચારગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭,-સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), ૧૦ કડીનું ‘આમોદપ્રતિષ્ઠાનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૮/સં.૧૮૪૪, મહા સુદ ૧૧), ‘વીશસ્થાનક-તપપૂજા’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અનંતજિન-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ‘જ્ઞાનપંચમી-દેવવંદન (વિધિસહિત)’(મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો/સઝાય’(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ-સ્તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનકની સ્તુતિ’(મુ.), ‘વીશવિહરમાન-જિનનમસ્કાર’, ૭ કડીની ‘શિયલની સઝાય’(મુ.), ૧૨ કડીનું ‘સિમંધરજિન-ચૈત્યવંદન’(મુ.), ‘નેમિનાથનું સત્વન’(મુ.) તથા પ્રેમવિજ્યને છાણી લખેલો પત્ર (મુ.)-એ એમની કૃતિઓ છે. ‘જ્ઞાનપંચમી-દેવવંદન’માંથી કેટલોક ભાગ અને ‘ચોવીસી’માંનાં કેટલાક સ્તવનો સ્વતંત્ર રીતે પણ મુદ્રિત મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી સંસ્કૃતમાં ૩૬૦ વ્યાખ્યાનનો ‘ઉપદેશ પ્રાસાદ-સ્તંભ-સટીક’ ગ્રંથ મળે છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૧; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. પ્રવિસ્તસંગ્રહ; ૮. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૯. પ્રાસપસંગ્રહ : ૧; ૧૦. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪ (ચોથી આ.); ૧૧. સમન્મિત્ર : ૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈગૂસારત્નો : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. પસમ્મુચ્ચય : ૨; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. જૈનયુગ, ફાગણ ૧૯૮૨-‘શ્રી પૂજ્ય લક્ષ્મીસૂરિ’, ગોરધનભાઈ વી. શાહ; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]