ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસિંહ
Revision as of 09:13, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યસિંહ'''</span> : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-...")
વિજ્યસિંહ : આ નામે મળતી ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ના કર્તા કયા વિજ્યસિંહ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. વિજ્યસિંહશિષ્યને નામે પણ ૭ કડીની ‘સિદ્ધચક્ર-સઝાય’ મળે છે. બંનેના કર્તા એક હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. જુઓ વિજ્યસિંહ(સૂરિ)શિષ્ય. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]