ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાવિજ્ય-૧

From Ekatra Wiki
Revision as of 09:22, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. હીરવિજ્યના ગુરુબંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિંશતિજિન-પંચકલ્યાણક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિદ્યાવિજ્ય-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં નયવિજ્યના શિષ્ય. હીરવિજ્યના ગુરુબંધુ. ૪૬ કડીના ‘ચતુર્વિંશતિજિન-પંચકલ્યાણકતિથિ-સ્તવન’ (ર.ઈ.૧૬૦૪), ૧૫ કડીની ‘ઇરિયાવહીની સઝાય’ (મુ.), ૪ કડીની ‘મહાવીર-સ્તુતિ’, ૯ કડીની ‘વિજ્યસેનસૂરિની સઝાય’ અને ૩૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]