કાવ્યમંગલા/રૂડકી

Revision as of 10:01, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂડકી|}} <poem> <center>:ભૂંડી:</center> વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ, અંગે અંગે ઓઘરાળા, એનાં લૂંગડાં પીંખાપીંખ. :::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે. એક કાખે એક છોકરું, બીજું હાથે ટીંગાતું જા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રૂડકી
:ભૂંડી:


વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ,
અંગે અંગે ઓઘરાળા, એનાં લૂંગડાં પીંખાપીંખ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
એક કાખે એક છોકરું, બીજું હાથે ટીંગાતું જાય,
માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકીને ઘેર બોરની વાડી, વાઘરી જવાન જોધ,
વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રોવે ધોધ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકી લેતી ટોપલો માથે; નાનકાં લેતી બાળ,
હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકી વેચે કાંચકી સોયા, દામમાં રોટલા છાશ,
છાશનું દોણું કાંસકી સોય, એ જ એના ઘરવાસ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
કોઈનો ઓટલો ચોતરો ચૌટું રાત પડે એના વાસ,
દિન આખો તે શેરીએ શેરીએ શેરી ભમતી રોટલા આશ.
ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.

:ભૂખી:

નાગરવાડે નાત મળી ને ગૌરી ગીતો ગાય,
ધીંકડ વાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય.
::::ભૂખી ડાંસ રૂડકી રે.
ધાવણી છોડીને તાવ ચડ્યો ને નાનકી ભૂખી થાય,
છોકરાં લઈને રૂડકી બંને નાગરવાડે જાય.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
શેરીમાં બેસી નાત જમે ને ચૂરમાં ઘી પીરસાય,
શેરીનાકે ભંગિયા, ઢેડાં, વાઘરાં ભેગાં થાય.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ,
વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ.
:::: ભૂંખી ડાંસ રૂડકી રે.
નાત જમી ત્યાં ઊઠે આખી, પાનસોપારી વહેંચાય,
વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડી ખાય.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
રૂડકી દોડે વાઘરાં ભેગી, લૂંટંલૂંટા થાય,
અર્ધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
ચોર્યું ફેદ્યું ચૂરમું શાક, ને ધૂળ ભરેલી દાળ,
રૂડકી કોળિયા છોકરાંને દે, ઉપરથી દે ગાળ.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
નાતના વાળંદ લાડકી લૈને મારવા સૌને ધાય
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
પાનબીડાં લઈ નાત ઊઠે ને રૂડકી ખંખેરે હાથ,
દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.

(૮ ઓગસ્ટ, ૧૯૩૨)