ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશ્વનાથ-૪
Revision as of 09:23, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિશ્વનાથ-૪'''</span> [ ] : વડનગરા નાગર બ્રહ્મણ. માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબો’(મુ.),...")
વિશ્વનાથ-૪ [ ] : વડનગરા નાગર બ્રહ્મણ. માંદા પડેલા કૃષ્ણને સાજો કરવા માટે જસોદા અને ગોપીઓ અંબામાતાને પ્રાર્થના કરે છે એનું નિરૂપણ કરતો ૫૩ કડીનો ‘ગરબો’(મુ.), ‘ઉમિયાનો ગરબો’ તથા ‘રંગીલા કાનુડાનો ગરબો’ એ કૃતિઓના કર્તા. કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [કા.શા.]