ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૈકુંઠદાસ

From Ekatra Wiki
Revision as of 16:26, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૈકુંઠદાસ'''</span> [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વૈકુંઠદાસ [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધારિત ચાલ અને દોઢનાં ૩૯ પદોમાં ‘રાસલીલા’  (લે.ઈ.૧૬૮૮; મુ.) નામનું છટાદાર કાવ્ય રચ્યું છે. પ્રસંગકથન અને ભાવનિરૂપણ ઉભય દૃષ્ટિએ સમતુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાવ્ય રોચક બન્યું છે. કવિએ ’હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે. કૃતિ : સગુકાવ્ય (સં.) સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]