અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ચિતારો
Revision as of 16:33, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં {{space}...")
અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. — ચિતારે.
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! — ચિતારે.
લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારે.