ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવનિધાન-ગણિ
Revision as of 06:28, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવનિધાન(ગણિ)'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં વાચક હર્ષસારના શિષ્ય. તેમણે ઘણા બાલાવબોધ રચ્યા છે...")
શિવનિધાન(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં વાચક હર્ષસારના શિષ્ય. તેમણે ઘણા બાલાવબોધ રચ્યા છે. ‘શાશ્વતસ્તવન’ પરનો (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, શ્રાવણ વદ ૪), ‘લઘુસંગ્રહણી’ પરનો (ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૦, કારતક સુદ ૧૩), ‘કલ્પસૂત્ર’ પરનો (ર.ઈ.૧૬૨૪), પૃથ્વીરાજકૃત ૩૦૪ કડીની હિન્દી રચના ‘કૃષ્ણ-રુક્મિણીવેલી’ પરનો (ર.ઈ.૧૬૩૩) તથા જિનરાજસૂરિકૃત ૧૯ કડીના ‘ગુણસ્થાનગર્ભિતજિન-સ્તવન’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૩૬). બાલાવબોધ ઉપરાંત ૧૪ કડીની ‘ગજસુકુમાર-સઝાય’, ‘ચૌમાસી-વ્યાખ્યાન’ અને જેમાં ૨૮ વિધિવિધાનોનું સરલ વિવેચન છે તે ‘લઘુવિધિપ્રપા/ઉપાસનાવિધિ-વડીદીક્ષાવિધિ/વિધિપ્રકાશ’ કૃતિઓ પણ તેમણે રચી છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]