ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય
Revision as of 16:21, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
શાંતિવિજય : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય’ (ર.ઈ.સંભવત: ૧૭૯૩/સં. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ.), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘ભવભાવનાપ્રકરણવાર્તિક’ (લે. ઈ.૧૮૨૬), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૮૪૩), ‘સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક અનુ.), ૫ ડીની ‘અધ્યાત્મ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૯મું શતક અનુ.), ૬ કડીની ‘ગહૂંલી’, ‘પંચમહાવ્રત-સઝાય’ અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ના કર્તા શાંતિવિજય-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]