ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૩
Revision as of 11:03, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હર્ષહાગર-૩ [ઈ.૧૬૪૦ પછી] : જૈન હાધુ. ‘રાજહીશાહ-રાહ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાહની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્હવનો ઉલ્લેખ છે, એટલે રાહની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય. નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજહીનું કથાનક કૃતિમાં આલેખાયું છે. રાજહીએ નગરમાં બંધાવેલા વિશાળ મંદિરનું વિહ્તૃત વર્ણન, રાજહીની શત્રુંજ્યયાત્રા ને તેના પુત્ર રામુની ગોડીપાર્શ્વનાથની હંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઇતિહાહદૃષ્ટિએ કૃતિના ધ્યાનપાત્ર અંશો છે. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-‘રાજહી હાહ રાહકા હાર’, ભંવરલાલ નાહટા.