ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલચંદ્ર ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Revision as of 13:13, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સકલચંદ્ર(ઉપાધ્યાય)-૨'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ-વિજ્યદાનસૂરિના શિષ્ય. સંસ્કૃતનાં વિદ્વાન તથા સંગીતના જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સકલચંદ્ર(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ-વિજ્યદાનસૂરિના શિષ્ય. સંસ્કૃતનાં વિદ્વાન તથા સંગીતના જ્ઞાતા. દુહા, ચોપાઈ અને ભિન્નભિન્ન દેશઓના ઢાળની ૭૨૫ જેટલી કડીઓમાં રચાયેલ ‘મૃગાવતી-આખ્યાન/રાસ’ (ર.ઈ.૧૫૮૭) કવિની મોટામાં મોટી કૃતિ છે. આ ઉપરાંત ‘એકવીસ પ્રકારી-પૂજા’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’(મુ.), ૧૨ કડીની ‘દેવાનંદાની સઝાય’(મુ.), ૨૦ કડીની ‘શાંતિ સુધારસની સઝાય/સાધુ મુનિરાજને શિખામણ’(મુ.), ૧૪ ઢાળની ‘બાર ભાવનાની સઝાય’(મુ.), ૬૪/૬૬ કડીની ‘વર્ધમાન જિનગુણસૂરવેલી’(મુ.), ૬ કડીની બે, ૧૦ અને ૯ કડીની એક-એક એમ કુલ ૪ ‘આત્મિક-સઝાય’(મુ.), ૧૪ કડીની ‘શ્રી કૃષ્ણને વિનતિ રૂપ સઝાય’, (મુ.), ૭ કડીની ‘ક્ષુધાનિવારણ-સઝાય’(મુ.), ૫ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’(મુ.) અને અન્ય કેટલીક સઝાયો(મુ.) તેમની પાસેથી મળી છે. તેમ જ ૪૫/૪૮ કડીનું ‘ગણધરવાદ પ્રબોધ-સ્તવન’, ૭૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’, ‘ગૌતમ દીપાલિકા-સ્તવન/રાસ’, ‘વાસુપૂજ્ય-જિનપુણ્યપ્રકાશ-રાસ’, ૧૧૫/૧૨૧ કડીની ‘હીરવિજ્ય-સૂરિ-દેશના-સૂરવેલી’, ૩૧ કડીનું ‘ઋષભસમતાસરલતા-સ્તવન’, ‘કુમતિદોષ-વિજ્ઞપ્તિકા’, ‘સીમંધર-સ્તવન’, ૩૬ કડીનું ‘જિનઆજ્ઞાવાણી-સ્તવન’, ‘સાધુકલ્પલતા’ અને અન્ય કેટલાંક સ્તવનો-સઝાયો તેમણે રચ્યાં છે. એ ઉપરાંત અપભ્રંશ ભાષામાં ૨૦ કડીનું ‘મહાપ્રભાવમયપાર્શ્વનાથ-સ્તવન’, પ્રાકૃત ભાષામાં ‘ધર્મશિક્ષા’ (ર.ઈ.૧૫૭૪) તથા સંસ્કૃતમાં ‘શ્રુતાસ્વાદશિક્ષાદ્વાર’, ‘ધ્યાનદીપિકા’ (ર.ઈ.૧૫૬૫), ‘પ્રતિષ્ઠા-કલ્પ’ (ર.ઈ.૧૬૦૪) જેવી કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૩. જિભપ્રકાશ; ૪. જૈસમાલા(શા) : ૨, ૩; ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. જૈસસંગ્રહ(ન); ૭. મોસસંગ્રહ; ૮. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૯. વિસ્નાપૂજાસંગ્રહ; ૧૦. સઝાયમાળા(પં); ૧૧. સસન્મિત્ર; ૧૨. સસન્મિત્ર(ઝ);  ૧૩. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૪-‘શ્રી વર્ધમાન જિનગુણસૂરવેલી’, સં. સારાભાઈ નવાબ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. મરાસસાહિત્ય;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાહસૂચી : ૧; ૧૪. લીંહસૂચી; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]