ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સારંગ કવિ વાચક-૧

From Ekatra Wiki
Revision as of 11:40, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સારંગ(કવિ)(વાચક)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં પદ્મસુંદરના ગુરુભાઈ ગોવિંદના શિષ્ય. ૪૧૨ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સારંગ(કવિ)(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં પદ્મસુંદરના ગુરુભાઈ ગોવિંદના શિષ્ય. ૪૧૨ કડીની ‘બિલ્હણપંચાશિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, અસાડ સુદ ૧, ગુરુવાર), ૪૬૬ કડીની ‘વીરંગદનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯), ‘માતૃકાપાઠબાવની’ (ર.ઈ.૧૫૮૪), ૪૫૮/૪૭૫ કડીની ‘ભોજપ્રબંધ/મુંજભોજપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૫/સં.૧૬૫૧, શ્રાવણ વદ ૯), ૧૮૦૦ ગ્રંથાગ્રની ‘શ્રીવલ્લીટીકા સુબોધમંજરી’ (ર.ઈ.૧૬૧૨), ૪૦ કડીની ‘ભવષ્ટ્ત્રિંશિકા-દોધક’ (ર.ઈ.૧૬૧૯) એ કૃતિઓના કર્તા. રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘માતાજીરો છંદ’ નામની કૃતિ કવિ સારંગને નામે મળે છે તે પ્રસ્તુત કવિની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મસાપ્રવાહ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. રાપુહસૂચી : ૪૨; ૯. રાહસૂચી : ૧; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]