ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિ સૂરિ

Revision as of 11:44, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સિદ્ધિ(સૂરિ)'''</span> : આ નામે વસ્તુ અને ભાસમાં રચાયેલી, સ્થાનિક ઇતિહાસ અને ભૂગોળની માહિતી આપતી હોવાને કારણે નોંધપાત્ર બનતી ૬૦ કડીની ‘પાટણચૈત્યપરિપાટી’(મુ.) મળે છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સિદ્ધિ(સૂરિ) : આ નામે વસ્તુ અને ભાસમાં રચાયેલી, સ્થાનિક ઇતિહાસ અને ભૂગોળની માહિતી આપતી હોવાને કારણે નોંધપાત્ર બનતી ૬૦ કડીની ‘પાટણચૈત્યપરિપાટી’(મુ.) મળે છે. કાવ્યાંતે ‘છિહુત્તરવરસઈ’ એવા સમયદર્શક શબ્દો મળે છે. એને આધારે કૃતિ સં. ૧૪૭૬ કે સં. ૧૫૭૬માં રચાઈ હોવાનું અનુમાન થયું છે. આ સિદ્ધિસૂરિ કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : સંબોધિ, ૧૯૭૫-૭૬-‘સિદ્ધિસૂરિકૃત પાટણ-ચૈત્યપરિપાટી (સં.૧૫૭૬)’, ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]