ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરચંદ-૧

From Ekatra Wiki
Revision as of 06:58, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુરચંદ-૧'''</span>[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વીરકલશના શિષ્ય. ૪૧ કડીની શૃંગારરસમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, વૈશાખ સુદ ૩, બુધવાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરચંદ-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વીરકલશના શિષ્ય. ૪૧ કડીની શૃંગારરસમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, વૈશાખ સુદ ૩, બુધવાર), ૬૫ કડીનો ‘જિનસિંહસૂરિરાસ’ (ર.ઈ.૧૬૧૧), ‘ચાતુર્માસિકિ વ્યાખ્યાન-બાલાવબોધ/ચોમાસી-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૩૮), ‘જિનદત્તસૂરિ-સ્તવન’ તથા ‘વર્ષ ફલાફલ જ્યોતિષ-સઝાય’ના કર્તા. આ ઉપરાંત એમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં અનુદિત ‘જૈન તત્ત્વસાર’ (ર.ઈ.૧૫૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૧૫, બુધવાર) તથા ‘પંચતીર્થ શ્લેષાલંકાર’ (અપૂર્ણ) નામની સંસ્કૃત કૃતિઓ પણ રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]