ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોલણ-સોલણું

Revision as of 07:53, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોલણ/સોલણું'''</span> [ ] : જૈન. ગિરનારની તીર્થયાત્રાના પ્રસંગની સ્તુતિ કરતી ૩૮ કડીની દુહાબદ્ધ ‘ચચ્ચરી/ચર્ચરિકા’(મુ.)ના કર્તા. ભાષાની પ્રાચીનતા જોતાં કૃતિ સં. ૧૪મી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સોલણ/સોલણું [ ] : જૈન. ગિરનારની તીર્થયાત્રાના પ્રસંગની સ્તુતિ કરતી ૩૮ કડીની દુહાબદ્ધ ‘ચચ્ચરી/ચર્ચરિકા’(મુ.)ના કર્તા. ભાષાની પ્રાચીનતા જોતાં કૃતિ સં. ૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે. કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા, દશરથ શર્મા, સં. ૨૦૧૬. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧;  ૪. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.]