સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રંજના હરીશ/—એ પુરુષો હતા
Revision as of 06:22, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ઇંગ્લૅન્ડમાં સ્ત્રી-હકના આંદોલનનો આરંભ જે. એસ. મિલ જેવા પુરુષોએ કરેલો. સ્ત્રી-હક્ક માટેના કાયદા પસાર કરાવવા માટે મિલે મોટી લડત આપી હતી. સ્ત્રીને મતદાન અને વારસાનો અધિકાર મળવો જોઈએ, એમ વિચારનાર મનુષ્ય પુરુષ હતો—સ્ત્રી નહીં. તે જમાનામાં મિલની વાત સ્ત્રીઓને ગળે પણ ઊતરી ન હતી. મિલ જેવા પુરુષોએ નારીવિકાસમાં રસ ના લીધો હોત, તો કદાચ વિશ્વનું સમગ્ર ચિત્ર ભિન્ન હોત.
આ વાત જેટલી પશ્ચિમી દેશો માટે તેટલી જ સાચી ભારત માટે પણ છે. સ્ત્રી-હક્કની વાતનાં મંડાણ રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, મહાત્મા ફુલે, આચાર્ય કર્વે, જસ્ટિસ રાનડે, ગાંંધીજી જેવા પુરુષો દ્વારા જ થયેલાં.