સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રક્ષા દવે/મારો સાહેબ
Revision as of 06:29, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
એક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી
એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી;
તોય ગુલાબ રાતો તોરો!
આ ડોલરિયો કેમ ગોરો?
સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં,
રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં?
આ કરેણ શેણે પીળી?
આ ગોરી કેમ ચમેલી?
ગુલાબ ગંધે શીળું શીળું, ચંપો તીણું મ્હેકે,
આમ્ર-મંજરી તીખું મ્હોરે, બદરિ ખાટું મ્હેકે;
આ ઘાસ ઘાસમાં નવલાં
કોણે ગંધ-પૂંભડાં રોળ્યાં?
સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડયાં’તાં વારિ
ગાજ-વીજની ધમાલ ભારી! આજે અજબ સવારી!
કેમ વારિ ખારાં ખારાં
થઈ ગ્યાં મીઠી જલ-ધારા?
મેં વાવેલો એક્કેક દાણો લણ્યો મેં ગાડે ગાડે.
કણ ઓરું ને મણને પામું, કો’ અઢળક ઉગાડે?
એ તો સાહેબ ખરો કમાલી
મારો સાહેબ ખરો કમાલી
[‘નિશિગંધા’ પુસ્તક]