સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/મનુષ્યત્વનું મહાન રૂપ
Revision as of 11:30, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હું નાનો હતો ત્યારે ઇંગ્લંડ ગયો હતો; તે વખતે પાર્લામેન્ટમાં અને બહાર કોઈ કોઈ સભામાં જૉન બ્રાઈટને મોઢે જે ભાષણો સાંભળ્યાં હતાં, તેમાં મેં સનાતન અંગ્રેજની વાણી સાંભળી હતી. તે ભાષણોમાં હૃદયની ઉદારતાએ જાતિગત સર્વે સંકુચિત સીમાઓને ઓળંગી જઈને જે પ્રભાવ ફેલાવ્યો હતો, તે મને આજે પણ યાદ છે. મનુષ્યત્વનું એક મહાન રૂપ વિદેશી માણસોમાં પ્રગટ થયું હતું છતાં તેને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવાની શક્તિ આપણામાં હતી. અંગ્રેજોના જે સાહિત્યમાંથી આપણા ચિત્તે પોષણ મેળવ્યું હતું, તેનો વિજયશંખ આજ સુધી મારા મનમાં ગુંજતો રહ્યો છે.
(અનુ. નગીનદાસ પારેખ)