સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અ-પરિચય

From Ekatra Wiki
Revision as of 11:46, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આપણે અમુક લોકો સાથે નિરંતર રહેવું પડે છે, તો એ લોકોને જોઈને મનમાં અમુક ભાવ પેદા થાય છે, એમના વિશે અમુક અભિપ્રાય બંધાય છે. પણ આ રીતે કોઈ પણ વ્યક્તિને માપવી ન જોઈએ. કારણ કે આપણને તો તેના આ જન્મનાં જ દસ-વીસ વરસની જાણકારી છે. પણ આ પૂર્વે તેના તો કેટલાયે જન્મ થયેલા છે. એ તો એક પુરાણપુરુષ છે! એ એક ગૂઢ તત્ત્વ છે, જેને એ પોતે પણ નથી જાણતો — તો પછી આપણે તેને શું જાણવાના હતા! માટે દરેક વ્યક્તિ પ્રત્યે આપણું આદરયુક્ત અળગાપણું હોવું જોઈએ; એક જાતનો આધ્યાત્મિક અ-પરિચય હોવો જોઈએ. આસમાનમાં ચમકતી તારિકાઓ એટલી તો પ્રજ્વલિત છે કે સૂર્યનારાયણ તો એમની આગળ એક નાનકડા બિંદુ સમાન છે. છતાં આપણી આંખો ઉપર એ તારિકાઓની સૌમ્ય અસર થાય છે, એમનાં દર્શનથી આપણી આંખનું તેજ વધે છે. આનું કારણ એ છે કે તે તારિકાઓ આપણાથી અત્યંત દૂર છે. એવી જ રીતે પરસ્પરનો પ્રેમ જાળવી રાખવા માટે, નિકટ રહેવા છતાં એક જાતનું અળગાપણું કાયમ રાખવું જોઈએ, આધ્યાત્મિક અનાસક્તિ અનુભવવી જોઈએ.