સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આગ અને બરફ

From Ekatra Wiki
Revision as of 12:29, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચિત્તમાં શાંતિ હોવી જોઈએ, અને મનુષ્યમાં આગ પણ હોવી જોઈએ. આગ જો ન હોત, તો આ બુઢ્ઢો તેર-તેર વરસ સુધી દેશભરમાં પગપાળો ફર્યો ન હોત. આ બુઢ્ઢામાં આગ છે — પણ તે માથામાં નહીં, છાતીમાં છે. છાતીમાં આગ જોઈએ અને માથામાં બરફ. તેથી બુદ્ધિ શાંત રાખતાં આવડવું જોઈએ. આ યુગમાં લડવું હોય તો યે અશાંતિ કામની નથી. બૉમ્બ નાખવા હોય તોયે શાંત ચિત્તે, બરાબર લક્ષ્ય તાકીને, ઠરાવેલા સ્થળે નાખવા પડે છે.