ઘરે રજાના દિવસે બપોરે થયું મને કૈં ઠીકઠાક ગોઠવું, ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં અજાણતાં સ્હેજ અડી જતાંમાં ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું : હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.