સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/મા
Revision as of 07:10, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાંભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.