સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/દીઠીએકમેંઅલબેલી!
Revision as of 07:47, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
દીઠી એક મેં અલબેલી!
કાપતી માઝાર સાગર પાણી લાખ મોજાંની હાર,
સઢ ફુલાવી નાચતી નૈયા જોબનની મઝધાર,
હતી કોઈ સોણલાંઘેલી:
દીઠી એક મેં અલબેલી!