અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઝૂમાં - સિંહને જોઈને

From Ekatra Wiki
Revision as of 06:15, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''(સિંહને જોઈને)'''}} એ છલંગ, એ જ ન્હોર, નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર, એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

(સિંહને જોઈને)


એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.

પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું.
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

(છંદોલય, પૃ. ૨૦૪)