સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/આનંદયાત્રી પુ. લ.

From Ekatra Wiki
Revision as of 10:23, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘પુ. લ.’ એવા લોકલાડીલા નામે મહારાષ્ટ્રના ઘરઘરમાં જાણીતા અને માનીતા મરાઠી લેખક અને સંસ્કૃતિપુરુષ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે મરાઠી માનસ પર કેટલા છવાઈ ગયા હતા!—કેટલીક હકીકતો: ૧. પુ. લ.નાં બાવન પુસ્તકોની ૨૦૦ જેટલી આવૃત્તિઓ થઈ છે. ૨. પુ. લ.એ લખેલા અને દિગ્દર્શિત કરેલા ‘તી ફૂલરાણી’ નાટકનો ૧,૧૧૧મો પ્રયોગ ૧૯૯૪માં થયો. ત્યાર પછી પણ અનેક વાર તે ભજવાતું રહ્યું છે. ૩. લેખક અને નાટ્યકલાકાર તરીકે થયેલી આવકમાંથી પુ. લ.એ સવા કરોડ રૂપિયા જેટલી રકમ જ્ઞાન-વિજ્ઞાનનો પ્રસાર કરતી તેમ જ વંચિતોને મદદ કરતી સંસ્થાઓને સહાય તરીકે આપી છે. ૪. પુ. લ.ના જીવનસર્જન પરનું એક સંગ્રહાલય મુંબઈમાં ૧૯૯૩થી છે.