સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/જોકેસમયનીપાર

Revision as of 10:23, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો,
હું આ સમયમાં છું—એ મને ભ્રમ નથી રહ્યો.
એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ;
હું ક્યાં સુખી છું?—એવો મને ગમ નથી રહ્યો.