સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હર્ષદ ચંદારાણા/દીકરી…
Revision as of 10:37, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ચાંદરડું.
દિવસ આખો ઘરમાં તેજ પાથરે,
પકડ્યું પકડાય ના,
ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે…
દાદર ચડે ઊતરે…
સૂરજ સાથે ચાલ્યું જાય. આખરે
વિદાય લીધેલી માની જગ્યા
દીકરીએ
ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.