સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખામી
Revision as of 09:29, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
શિલ્પી કોઈ મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પકામ પૂરું કર્યા પછી તેણે મૂર્તિને ધારી ધારીને નિહાળી, માથું ધુણાવ્યું, અને પછી ત્યાં બેસી પડીને એ રડવા લાગ્યો.
“કેમ, શું થયું?” એક મિત્રો પૂછ્યું. “મૂર્તિ તમને સંતોષ થાય તેવી નથી બની?”
આંસુભીની આંખે શિલ્પી બોલ્યો, “આ મૂર્તિમાં હું કશી ખામી જોઈ શકતો નથી.”
“તો પછી દુખી શા માટે થાવ છો?”
“એટલા માટે જ. કેમ કે મારા કામમાં મને જો કશી ખામી દેખાતી બંધ થાય, તો એનો અર્થ એ કે મારી શક્તિની હવે ઊતરતી કળા છે.”