સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બળતા બપોરમાં
Revision as of 10:54, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
રાયણની કોકડી ખઈ,
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ!
બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
કેરી કપુરિયાં ખઈ,
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ!
બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
વડલાને છાંયડે,
ખાતા’તાં રોટલો ને દહીં!
હાં રે અમે વનમાં ભટકતાં ભઈ!
બળતા બપોરમાં,
વાતા વંટોળમાં;
વડલાને છાંયડે,
ગાયો ચરાવતા ભઈ!
હાં રે અમે નાના ગોવાળિયા થઈ!…