સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અશ્લિલતાથી બળાત્કાર સુધી
Revision as of 11:12, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
સ્ત્રીઓની જાતીય પજવણીના ગુનાઓનું દેશભરમાં વધુમાં વધુ પ્રમાણ કશ્મીર રાજ્યમાં નોંધાયું હતું : દર લાખની વસ્તીએ ૩.૩ કિસ્સા. આખા દેશની સરેરાશ કરતાં એ ત્રણગણું છે.
બહેનો પર બળાત્કારના જે બનાવો બને છે તેમાં આખા દેશની ગણતરી કરીએ તો ૮૫% કિસ્સામાં અપરાધીઓ તે સ્ત્રીના પરિચિત હોય છે. પણ પશ્ચિમ બંગાળ એક રાજ્ય એવું છે જ્યાં એવું પ્રમાણ ૩ ટકાથી પણ ઓછું છે. એટલે કે દેશના બીજા ભાગમાં રહેતી સ્ત્રીઓની સરખામણીમાં બંગાળી નારી પોતાના ઘરમાં ને પડોશમાં પ્રમાણમાં વધુ સલામત છે. [નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યૂરોનું પ્રકાશન ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ : ૨૦૦૫]