વસુધા/પૂર્ણિમા

From Ekatra Wiki
Revision as of 06:25, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણિમા|}} <poem> સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા; કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું, જેમાં તે બહુ ઝૂઝી તે ય ભરતી સાધી શકી લેશ ના! એ તો શક્ય બન્યું, યદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પૂર્ણિમા

સાતે સાગરમાં પ્રચણ્ડ ભરતી ભાળી હસી પૂર્ણિમા;
કિન્તુ ત્યાં ભરતીહીણું ઉર હતું ખાલી મહા ભાણ્ડ શું,
જેમાં તે બહુ ઝૂઝી તે ય ભરતી સાધી શકી લેશ ના!

એ તો શક્ય બન્યું, યદા ગગનના આવાસને છોડી ને
પૃથ્વી પે વસનારીના મુખ પરે રહેતી બની પૂર્ણિમા!