ખારાં ઝરણ/1

Revision as of 10:12, 12 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|1|}} <poem> પંખીઓ હવામાં છે, એકદમ મઝામાં છે. પાંખ કેમ ન વીંઝે? આભ સરભરામાં છે. વૃક્ષ યાદ આવે છે? જીવ પાંદડાંમાં છે? શોધ શોધ ટહુકાઓ, ક્યાંક આટલામાં છે. કૈંક પંખી મારામાં, એક-બે બધાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


1

પંખીઓ હવામાં છે,
એકદમ મઝામાં છે.

પાંખ કેમ ન વીંઝે?
આભ સરભરામાં છે.

વૃક્ષ યાદ આવે છે?
જીવ પાંદડાંમાં છે?

શોધ શોધ ટહુકાઓ,
ક્યાંક આટલામાં છે.

કૈંક પંખી મારામાં,
એક-બે બધાંમાં છે.
૨-૨-૨૦૦૭