કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૨. આવો

From Ekatra Wiki
Revision as of 02:42, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૨૨. આવો}}<br> <poem> ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની ઘરે પાછા આવો; ગમગીન બનીને સફરને ન લંબાવો! પંથે ક્ષિતિજ ઢળતી જોઈ સતત અને સંભારીને સતત નમતી વેળ... અટકો! ન શું ફૉરી ઊઠે ઘર, ફળિયું ને ગામ સમણે? વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. આવો


ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની
ઘરે પાછા આવો; ગમગીન બનીને સફરને
ન લંબાવો! પંથે ક્ષિતિજ ઢળતી જોઈ સતત
અને સંભારીને સતત નમતી વેળ... અટકો!

ન શું ફૉરી ઊઠે ઘર, ફળિયું ને ગામ સમણે?
વસેલાં હૈયાંની નિકટ ધૂળિયા પંથ સીમના.
અને માળે બાંધ્યા કલરવભર્યું ખેતર ઊડે
નહીં શ્વાસે શ્વાસે – સ્મરણ બનીને? પંથ તમને
કદીયે ના ચીંધે નીરવ રવનું ગાન નભનુંઃ
અહીં શેઢે બેસી નિત નીરખતાં જે ભળકડે?
વળી સંધ્યાટાણે ધણ રણકતું ઝાલર સમું
વળે ખીલે પાછું... વિવશ ન કરે કોઈ તમને?

આવો ત્યારે કહીશ નહીંઃ આવો, પધારો અતિથિ!
— ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી!

૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૯૪)