કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૦. ઝીણી વાતું

From Ekatra Wiki
Revision as of 10:15, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૪૦. ઝીણી વાતું


ઝીણી ઝીણી વાતું રે,
ઝીણી મારા મરમી કરે,
ઈ અમરત વરસે સ્વાંતું રે,
સુણતાં મનમાં મોતી ઠરે.

અમથી એવી ફૂલકટોરી, નહીં રૂપ નહીં રંગ,
કોની એવી નજર પડી કે, ફૂલી અંગેઅંગ!
એનું તેજ ન માતું તનમાં રે,
સોરમ એની ભુવનો ભરે.—
પાંખ વિનાનું પંખી બેઠું, તિમિર ઘટા મોઝાર,
કોણે કુહુક કર્યું કે એ તો ટહુકે અપરંપાર!
એને ફૂટે સોનલ પાંખો રે,
ટહુકે નવલું વ્હાણું કરે.—
એક હતી જ્યાં ખાકની પૂતળી, એક હતું ખંડેર,
કોને પગલે ગાય સુહાગન, મહલ ચડી મનભેર!
તમે ઘૂંટો વેદન ઘટમાં રે
વિઠલ વર તો સ્હેજે વરે.—
એવી ઝીણી ઝીણી વાતું રે,
ઝીણી મારા મરમી કરે.

૨૯-૩-’૬૭ (સંગતિ, પૃ. ૮૬)