કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૨. અદીઠો સંગાથ

From Ekatra Wiki
Revision as of 10:20, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. અદીઠો સંગાથ|}} <poem> પગલું માંડું હું અવકાશમાં, {{Space}}                        જોઉં નીચે હરિવરનો હાથ, અજંપાની સદા સૂની શેરીએ {{Space}}                          ગાતો આવે અદીઠો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. અદીઠો સંગાથ


પગલું માંડું હું અવકાશમાં,
                                 જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
                                   ગાતો આવે અદીઠો સંગાથ. —
                                   જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
                                   નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
                                   ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
                                   જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
                                   ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
                                   ને આંસુડે વાવે છે અમરવેલ. —
                                   જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

૨૮-૧૨-’૬૭ (સંગતિ, પૃ. ૧૧૦)