કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૭. ટહુકાનું તોરણ
Revision as of 10:29, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ટહુકાનું તોરણ|}} <poem> પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ::: ઊગતી પરોઢને બારણે — :::::: આ તેજની સવારી કોને કારણે? નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે :::: આભના...")
૪૭. ટહુકાનું તોરણ
પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
::: ઊગતી પરોઢને બારણે —
આ તેજની સવારી કોને કારણે?
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
:::: એક તારાથી પંખીને પારણે —
આ તેજની સવારી કોને કારણે?
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી,
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે —
આ તેજની સવારી કોને કારણે?
(અમલપિયાલી, ૧૯૮૦, પૃ. ૧૧૧)