કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૦. દરિયો રહી ગયો...
Revision as of 15:50, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૩૦. દરિયો રહી ગયો...}} <poem> દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે, ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો. ઝારી લઈને બાગમાં ફરત...")
૩૦. દરિયો રહી ગયો...
દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.
શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.
ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.
જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.
તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
૧૪–૧–’૭૦
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૮૨-૧૮૩)