સમુડી/નિવેદન

From Ekatra Wiki
Revision as of 07:23, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન}} {{centre}} પ્રથમ આવૃત્તિ વેળા {{/centre}} {{Poem2Open}} એક ઊગતી પ્રતિભાને હાથ આપવાની ભાવના આ પ્રકાશન પાછળ રહેલી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘શબ્દસૃિષ્ટ’ સામયિકમાં આ કૃતિ પ્રગટ કરવા મા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન

Template:Centre પ્રથમ આવૃત્તિ વેળા Template:/centre

એક ઊગતી પ્રતિભાને હાથ આપવાની ભાવના આ પ્રકાશન પાછળ રહેલી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘શબ્દસૃિષ્ટ’ સામયિકમાં આ કૃતિ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના સંચાલકોનો તથા કાળજીપૂર્વક છાપી આપવા માટે ચંદ્રિકા પ્રિન્ટરીનો આભાર માનું છે.

૧-૯-૧૯૮૪ ભોગીભાઈ ગાંધી Template:Centre બીજી આવૃત્તિ વેળા Template:/centre

‘સમુડી’ની આટલી જલદી બીજી આવૃત્તિ થશે એ તો મેં ધાર્યું જ નહોતું! આનંદ અને રોમાંચ અનુભવું છું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા ભાવનગર યુનિવર્સિટીમાં ‘સમુડી’ અભ્યાસક્રમમાં સ્થાન પામી. આથી ‘સમુડી’ વિશેનાં લખાણોમાંથી કેટલાંક છાપવાની લાલચ થઈ આવી તથા શ્રી જયંત કોઠારીને પણ કંઈક લખી આપવા કહ્યું અને એમણે પ્રેમપૂર્વક લખી આપ્યું. બીજી આવૃત્તિમાં ક્યાંક સુધારા-વધારા કર્યા છે. તથા સંકલનમાં પણ ફેરફાર કર્યો છે. પુસ્તકરૂપે પ્રગટ થઈ તે અગાઉ આ કૃતિ છાપવા બદલ ‘શબ્દસૃિષ્ટ’નો તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું. બીજી આવૃત્તિ માટે શ્રી બાબુભાઈ શાહે ઉમળકો બતાવ્યો એમાં મારા પ્રત્યેની એમની આત્મીયતા અનુભવું છું. કોનો આભાર માનું? કેટલાક નિકટના મિત્રો-સ્વજનોનો હું આભાર માનું એ નહિ ગમે છતાં બધાંને યાદ કર્યા વિના રહી શકતો નથી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, નલિની બહેન, ભોગીભાઈ ગાંધી, જીજી, ઉમાશંકર જોશી, જયંત કોઠારી, ચંદ્રકાન્ત શેઠ, ચદ્રકાન્ત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, સમુન શાહ, નલિન રાવળ, મધુ રાય, મણિલાલ પટેલ, ભારતી વૌદ્ય, પ્રસાદ બ્રહ્મભટ્ટ, હરીશ પંડિત, હરિકૃષ્ણ પાઠક, પરેશ નાયક, યજ્ઞેશ દવે, અતુલ રાવલ, બારીન મહેતા, રમેશ દવે, બકુલ દવે, હરકાંત જોશી, રાજુ પટેલ, પ્રફુલ્લ રાવળ, અમિતાભ ગાંધી, નંદિની ગાંધી, વિષ્ણુ પંડયા, આરતી પંડયા… અને તમે…

૨૯ જુલાઈ, ૧૯૮૯ યોગેશ જોષી Template:Centre ત્રીજી આવૃત્તિ વેળા Template:/centre

અત્યારે ‘સમુડી’ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તથા ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં છે એનો તથા આટલી જલદી ત્રીજી આવૃત્તિ થાય છે એનો આનંદ અનુભવું છું.

૨૪ ઑગસ્ટ, ૧૯૯૪ યોગેશ જોષી Template:Centre ચોથી આવૃત્તિ વેળા Template:/centre

પ્રકાશક મિત્ર શ્રી મનુભાઈ શાહ, શ્રી રોહિત કોઠારી તથા ગૂર્જર પરિવારનો આભાર માનું છું.

૨૪ ઑગસ્ટ, ૧૯૯૮ યોગેશ જોષી Template:Centre છઠ્ઠી આવૃત્તિ વેળા Template:/centre

મારા સર્જનકાર્યમાં રસ લેનાર તથા મારી સર્જકતાને સંકોરનાર મિત્રો ભોગીભાઈ ગાંધી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ તથા ઊર્મિલા ઠાકરને આ ક્ષણે સ્મરું છું. ‘સમુડી’ અલગ અલગ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં સ્થાન પામતી રહી છે એનો આનંદ વ્યક્ત કરું છું. પ્રકાશક મિત્ર શ્રી જયેશભાઈ તથા નવભારત સાહિત્ય મંદિરનો આભાર માનું છું.

૧૧-૬-૨૦૦૭ યોગેશ જોષી Template:Centreસાતમી આવૃત્તિ વેળાTemplate:/centre

શ્રી બાબુભાઈ શાહે ઉમળકાથી મારી પ્રથમ બંને લઘુનવલ સમુડી તથા જીવતર છાપી હતી. ‘સમુડી’ની સાતમી આવૃત્તિ શ્રી બાબુભાઈ પાર્શ્વ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરે છે એનો આનંદ વ્યક્ત કરું છું. ‘સમુડી’ની પ્રથમ આવૃત્તિનું સુંદર પ્રકાશન આદરણીય ભોગીભાઈ ગાંધીએ સ્નેહપૂર્વક કર્યું હતું તે આ ક્ષણે યાદ આવે છે. પાર્શ્વ પબ્લિકેશનના આભાર સાથે વિરમું છું.

યોગેશ જોષી