યાત્રા/મને આકર્ષ્યો છે
Revision as of 12:31, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મને આકર્ષ્યો છે|}} <poem> મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા. નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ ધરા-અંકે તાવત્...")
મને આકર્ષ્યો છે
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ
ધરા-અંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લૂખો જીવનપટ.
ઑગસ્ટ, ૧૯૪૫