અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કેટલીક કડી

From Ekatra Wiki
Revision as of 07:11, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું કેટલું વ્હેલું અરે જલની લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
કેટલું વ્હેલું અરે જલની લહરને ભાંગવું.


છો ભલે આજે હવે મેં દૃષ્ટિ મારી ખોઈ છે,
અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.


નાહક બધી આ વેલીઓ રે આસમાને છે પૂગી,
જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?


ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.


એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બસશે.