ગુજરાતી ગઝલસંપદા/કાન્ત
Revision as of 14:48, 29 December 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કાન્ત |}} <poem> તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે? અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?<br> અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે...")
કાન્ત
તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે?
સખી! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે –
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સૂએ છે કે?
સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં –
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?