ગુજરાતી ગઝલસંપદા/ અહમદ મકરાણી

From Ekatra Wiki
Revision as of 11:12, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અહમદ મકરાણી |}} <poem> કોઈને જોયા હશે-ની યાદ છે; મેળવી ખોયાં હશે-ની યાદ છે.<br> છે હરણની છાપ રણમાં તો હજી, ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.<br> ટેરવાંનાં તોરણો અટકી ગયાં, સ્પર્શને પ્રોયાં હશે-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અહમદ મકરાણી

કોઈને જોયા હશે-ની યાદ છે;
મેળવી ખોયાં હશે-ની યાદ છે.

છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.

ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે-ની યાદ છે.

આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.