ગુજરાતી ગઝલસંપદા/ સુરેન્દ્ર કડિયા

From Ekatra Wiki
Revision as of 14:30, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સુરેન્દ્ર કડિયા |}} <poem> પ્રથમ એક બારી ઉઘાડીને રાખી, પછી આંખ વચ્ચે લગાડીને રાખી.<br> ભીતરથી હતી સાવ ભીની એ ઘટના, વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.<br> અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો, અમે ખૂબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરેન્દ્ર કડિયા

પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.

ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.

અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.

તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.

ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી!