ગુજરાતી ગઝલસંપદા/ ગુણવંત ઉપાધ્યાય
Revision as of 14:40, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગુણવંત ઉપાધ્યાય |}} <poem> દર્દ મનગમતું દઈને જાતને કવખોડ મા, તું ભલેને ઝાંઝવાનું રૂપ હો, તરછોડ મા.<br> તું ય જાણે છે કે ખારોપાટ વ્યાપ્યો ચોતરફ, રોજની આદત મુજબ દરિયા તરફ તું દોડ મા.<br> બ...")
ગુણવંત ઉપાધ્યાય
દર્દ મનગમતું દઈને જાતને કવખોડ મા,
તું ભલેને ઝાંઝવાનું રૂપ હો, તરછોડ મા.
તું ય જાણે છે કે ખારોપાટ વ્યાપ્યો ચોતરફ,
રોજની આદત મુજબ દરિયા તરફ તું દોડ મા.
બારમાસી સ્ત્રોતનાં પરિણામ રૂપે છે બધું,
જાતને ઝરણું ગણી અંગો વધુ સંકોડ મા,
જે રીતે ચાલ્યા કર્યું છે એ જ રીતે ચાલશે,
હાથ વારંવાર-ભઇલા જ્યાં ને ત્યાં તું જોડ મા.
આયનો ઝીલી બતાવે દશ્યને પર્યાપ્ત છે,
આયનો ફૂટી જશે, પ્રતિબિંબ નાહક ફોડ મા.
નાવ તારી લાંગરે ગમતા કિનારે એ જ જો,
નાવના સુકાનને વહેતા પવનમાં મોડ મા.
હાથ થાકે, લડથડે પગ, મૂંઝવણ ઘેરી વળે,
તેં લીધેલા માર્ગને ભૂલેચૂકે પણ છોડ મા.