ગુજરાતી ગઝલસંપદા/ મનીષ પરમાર

From Ekatra Wiki
Revision as of 14:48, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મનીષ પરમાર |}} <poem> ક્યાં ખરેલાં ફૂલની ઇચ્છા લખું છું? શ્વાસ પર હું મ્હેકના રસ્તા લખું છું.<br> હુંય પંક્તિ થૈ અને મનમાં ઊભો છું, સાંભરેલી સાંજ પર મત્લા લખું છું.<br> રંગ વેરાયો હતો અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનીષ પરમાર

ક્યાં ખરેલાં ફૂલની ઇચ્છા લખું છું?
શ્વાસ પર હું મ્હેકના રસ્તા લખું છું.

હુંય પંક્તિ થૈ અને મનમાં ઊભો છું,
સાંભરેલી સાંજ પર મત્લા લખું છું.

રંગ વેરાયો હતો અંધારમાંથી,
આથમેલી રાતના તડકા લખું છું.

આગના અક્ષર હવે ડૂબી ગયા છે,
રોમરોમે ઊઠતા ભડકા લખું છું.

પાનખર હો કે બહારો હો ફરક શો?
એ બધા બરબાદના નકશા લખું છું.