લઈ શ્વાસની સાંઢણી, દોસ્તો ચલો, નીકળો રણ ભણી, દોસ્તો ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેરમાં ઉદાસીનતા આપણી, દોસ્તો કર્યાં, બુગદાં વક્ષમાંથી કર્યાં ચણી, તો દીવાલો ચણી, દોસ્તો નીકળતી નથી એકે પળ સોંસરી હયાતીની બુઠ્ઠી અણી, દોસ્તો નર્યાં સ્વપ્નનાં સોયરાંથી કદી મટી ના શકે આંજણી, દોસ્તો