ગુજરાતી ગઝલસંપદા/ દર્શક આચાર્ય

From Ekatra Wiki
Revision as of 15:27, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| દર્શક આચાર્ય |}} <poem> લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે.<br> રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે.<br> સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે.<br> ફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દર્શક આચાર્ય

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.