ગુજરાતી ગઝલસંપદા/ મનોજ જોશી ‘મન’

From Ekatra Wiki
Revision as of 15:29, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મનોજ જોશી ‘મન’ |}} <poem> દિવસ ઉથલાવતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે, ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.<br> ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે, ભીતરથી જાગતાં રહેવું ખરેખર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનોજ જોશી ‘મન’

દિવસ ઉથલાવતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે,
ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે,
ભીતરથી જાગતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે, કિન્તુ
પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

સમય ધક્કા લગાવે પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ
લગોલગ ચાલતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે!
નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.