ચાંદનીના હંસ/૧૨ ભેખડના જડબાંમાં...

From Ekatra Wiki
Revision as of 11:03, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભેખડનાં જડબાંમાં...

ભેખડનાં જડબાંમાં ઓગળી બપ્પોર એની ભૂખરીવરાળ હું તો ધોધમાં,
કે આગળ વહી ગયેલ વ્હેળાની પછવાડે ભટકું સદાય મારી શોધમાં.

સૂરજ બનીને રોજ રાતા આ શહેરમાં
          પડછાયા ચીતરી જોયા.
સુકાયેલ ઝાડ અમે પીસાતા વ્હેરમાં
          હતા આકાર એ ય ખોયા.

કાળી ડિબાણ તૂરી ઊછળે પછડાટ એના તૂટે છે પહાડ કોષેકોષમાં...

મૂલક ત્યજીને હંસ ચાંદનીના ઊડી જતા
          તિમિરનાં બાજ રહ્યાં કાળવાં.
કર્ણમૂળે મારા હજી વલયો જે દોરતાં
          એ સૂરજના ટૌકા ક્યાં પાળવા?

તરસ્યો તાણીને અહીં સાગરમાં નાખી છે કોણે ખારાશ આવી ક્રોધમાં?
કે આગળ વહી ગયેલ વ્હેળાની પછવાડે ભટકું સદાય મારી શોધમાં...

એપ્રિલ–મે ’૭૪