સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/એ દુભાશે લેશ જો —
Jump to navigation
Jump to search
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
ક્લેવરો કાનનનાં ઘવાય છે!…
પ્રકૃતિમાં રમંતાં એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયા યે કદી માનવને મળે?